પ્રણવ ધોળિયા ...
૨૩ વર્ષનો છું . જિંદગીના રંગો ને માણવાની વૃતિ થવી સ્વાભાવિક છે. અનેક લોકો ને જીંદગીમાં નજીકથી જોયા છે. એકાદ વ્યક્તિએ જિંદગીના રંગોને માણવાનું સુચન કર્યું અને અચાનક જિંદગી રંગીન બની. આવું થતું હોય છે . થોડીક આળસ, જાજી વ્યસ્તતા, સમયનો મને લાગતો અભાવ આ બ્લોગને થોડો મોડો શરુ થવા પાછળ જવાબદાર છે. આ બ્લોગ પર સતત સિદ્ધાંતવાદી વાતો ને બદલે એવી વાતો કદાચ વધુ થશે જે સ્વીકૃત હોય. મને એકવિધતા ઓછી પસંદ છે. મારી પસંદગી બદલાતી રહે છે. અવનવા કલર્સ , અલગ અલગ મુદ્દાઓ , વિવિધ સ્થળો, વિવિધ વાતો, અનેક મિત્રો, અનેક ઘટનાઓ અને હું ... એટલે જ સ્તો આ બ્લોગ નું નામ મેઘધનુષ્યના રંગો એવું રાખ્યું છે. બહુ ડાહી ડાહી વાતો કરવી અને પછી એ કોઈ વાત નું પાલન લેશમાત્રના કરવું એના કરતા થોડીક ભૂલો, થોડીક પરેશાની, થોડીક આક્રમકતા, થોડાક જઝબાત સાથે જીવવું મને અત્યંત પસંદ છે. જીંદગીમાં બનતી ઘટનાઓ કાયમી નથી આ વાક્ય છેલ્લા એક વર્ષમાં અનુભવની એરણ પર શીખ્યો છું, માટે કોઈ ઘટના મને ખુબ ચિંતા કરાવી શકે એવી શક્યતા ખુબ ઓછી છે. વાંચવું, ફરવું અને લખવું ખુબ પસંદ છે. કોઈ પણ કાર્ય કરતી વખતે ખુબ મહેનત કરવી અને જાત મહેનત કરવી એ હું અંગતપણે માનું છું કેમ કે જયારે પણ વ્યક્તિ પોતાના ભાગે આવેલું કાર્ય કોઈપણ રીતે ટાળે ત્યારે એ શિખવાની એક તક ગુમાવે છે. શાહબુદ્દીન રાઠોડ, જય વસાવડા, ચંદ્રકાંત બક્ષી, અશ્વિની ભટ્ટ, નગીનદાસ સંઘવી, ભાગ્યેશ જહા, કાજલ ઓઝા વૈધ મારા પસંદગીના લેખકો રહ્યા છે. અ બ્લોગની શરૂઆત બે વર્ષ પહેલા મારી અત્યંત લાડકી બહેના માટે લખેલી એક નાનકડી રચના થી કરી રહ્યો છું. અમુક લોકો ખુબ અંગત અને ખુબ વ્હાલા છે. ઘણી વાતો અને વિચારો શેર કરશું ...
મળતા રહેશું ...
લિ. આંખોમાં જીવવાના સપના સાથે જીવતો પ્રણવ ..
જીંદગીમાં બનતી ઘટનાઓ કાયમી નથી આ વાક્ય છેલ્લા એક વર્ષમાં અનુભવની એરણ પર શીખ્યો છું, માટે કોઈ ઘટના મને ખુબ ચિંતા કરાવી શકે એવી શક્યતા ખુબ ઓછી છે. Excellent. bas aa j himmat ane samaj jivan ma sukh shanti prere chhe. keep it up.
ReplyDeletenice dear....continue you work which give you pleasure with your soul
ReplyDelete